સરકારના પૈસા વગર વ્યાજે બેંકો વાપરતી હોવાનો સહકારી અગ્રણી દિલીપ સંઘાણીનો આક્ષેપ

સરકાર ખેડૂતોને વ્યાજના પૈસા જમા કરાવી દે છે પરંતુ બેંકો ખેડૂતોના ખાતામાં નથી કરતી જમા : દિલીપ સંઘાણી

જૂનાગઢ : જૂનાગઢમાં આજે સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ સહકારી સિવાયની બૅંકો ઉપર સનસનીખેજ આક્ષેપ કર્યો હતો કે, સરકાર ખેડૂતોને વ્યાજના પૈસા જમા કરાવી દે છે, પરંતુ બેંકો ખેડૂતોના પૈસા ખાતામાં જમા કરતી નથી. આમ સરકારના પૈસા વગર વ્યાજે બેંકો વાપરતી હોવાનો તેઓએ આક્ષેપ કર્યો છે.

જૂનાગઢમાં સહકારી અગ્રણી દિલીપ સંઘાણીએ ધિરાણ અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. જેમાં દિલીપ સંઘણીએ કહ્યું હતું કે, સરકાર ખેડૂતોને વ્યાજ ના પૈસા જમા કરાવી દે છે, પરંતુ બેંકો ખેડૂતોના પૌસ ખાતામાં જમા કરતી નથી અને સરકારના પૈસા વગર વ્યાજે બેંકો વાપરતી હોવાની ફરિયાદ છે. અન્ય બેન્કો સમયસર નાણાં ન ચૂકવતી હોવાની સરકારમાં પણ ફરિયાદ કરી છે અને આ અંગે સરકારનું પણ તેઓએ ધ્યાન દોર્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ સહકારી બેન્કો ખેડૂતોને તુરંત જ વ્યાજનાં નાણાં ચૂકવે છે. આથી તેઓએ ખેડૂતોને સહકારી બેંકમાંથી જ ખેડૂતોએ ધિરાણ લેવા અપીલ કરી છે. જેથી ખેડૂતો છેતરપિંડીનો ભોગ બનતા અટકશે તેમ જણાવ્યું હતું.