ઘર પાસે બેસવા બાબતે યુવાનને પાડોશીઓએ ધોકો ફટકાર્યો

કેશોદના અજાબ ગામે મારામારીની ઘટનામાં બે પાડોશીઓ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : કેશોદના અજાબ ગામે ઘર પાસે બેસવા બાબતે યુવાનને પાડોશીઓએ ધોકો ફટકાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને બે પાડોશીઓ સામે હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શૈલેષભાઇ પ્રવિણભાઇ ચાવડા (ઉ.વ.૩૩ રહે.અજાબ તા.કેશોદ)એ આરોપીઓ રમેશભાઇ કરશનભાઇ મકવાણા, કરશનભાઇ વીરાભાઇ મકવાણા (રહે.બધા અજાબ તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા તેની બન્ને દીકરીઓ પોતાના ઘરની શેરીમાં આગળ બેસેલ હોય ત્યારે બન્ને આરોપીઓ બાઈકમાં આવી ફરીયાદીને કોણીના ભાગે મારી ફરીયાદી સાથે ઝગડો કરી આરોપી કરશનભાઇએ પોતા પાસે રહેલ ધોકો ફરીયાદીના માથાના ભાગે લગાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.