હું લાલો આહીર બોલું છું ! પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલને માફી માંગવા કરેલા ફોનનો ઓડિયો વાયરલ

માધવપુરમાં ઘેડમાં ભગવાન શ્રી કૃષ્ણ અંગે વિવાદિત ભાષણ કરવા મુદ્દે આહીર સમાજમાં નારાજગી : દ્વારકા આવી માફી માંગવા માંગ દોહરાવી

જૂનાગઢ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તાજેતરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વચ્ચે પવિત્ર ભાઈ બહેનનો સબંધ હોવા છતાં જોયા જાણ્યા વગર ભાન ભૂલી આ સંબંધોનું ખોટું ચરિત્ર ચિત્રણ કરતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ત્યારે સાસણગીરના લાલા આહીર નામના યુવકે સી.આર.પાટીલને ફોન કરી રૂબરૂ દ્રારકા આવી માફી માંગવાની માંગ કરી હતી. આ અંગેનો ઓડિયો કલીપ વાયરલ થયો છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રા વિશે વિવાદિત ભાષણ કરવા મુદ્દે આહીર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી આ મામલે સાસણગીરના લાલા આહીર નામના યુવકે સી.આર.પાટીલને ફોન કર્યો હતો અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને માફી માંગવા કહ્યું હતું. એ પણ ખુદ દ્રારકા આવીને ભગવાન શ્રી કૃષ્ણની માફી માંગવા રોષભેર જણાવ્યું હતું. જેમાં સાસણના લાલા આહિર નામના યુવકે ફોન કર્યો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને ફોન કરીને કહે છે કે, હું સાસણગીરથી હું લાલો આહીર બોલું છું તમે જે ભગવાન વિશે બોલ્યા તેનાથી આહીર સમાજમાં ભારે રોસ છે.જેના જવાબમાં સી.આર.પાટીલ કહે છે કે, હું તમારી માફી માંગી લવ છું તો સામે છેડે લાલા અહિરે કહ્યું કે ભગવાનની દ્રારકા આવીને માફી મંગાવી પડે, ત્યારે સી. આર. પાટીલે અઠવાડિયા દસ દિવસમાં દ્રારકા આવવાની વાત કરી હતી.