મુખ્યમંત્રીનો આવતીકાલ શનિવારે જૂનાગઢનો પ્રવાસ કાર્યક્રમ

કેશોદ એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે

જૂનાગઢમાં ખેડૂત મહિલા ઉત્કર્ષ સંમેલનને સંબોધશે

જૂનાગઢ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આવતીકાલે તા.૧૬ને શનિવારના રોજ જૂનાગઢ જિલ્લાના એક દિવસના પ્રવાસે આવનાર છે.

મુખ્યમંત્રી તા.૧૬ના રોજ બપોરે ૨ કલાકે કેશોદ ખાતે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધીયા સાથે કેશોદના નવીનીકરણ કરાયેલ એરપોર્ટનું ઉદ્દઘાટન કરશે અને મુંબઇ કેશોદ મુંબઇ વિમાન સેવાનો પ્રારંભ કરાવશે.

કેશોદ એરપોર્ટના ઉદ્દઘાટન પહેલા સવારે ૧૦:૩૦ કલાકે મુખ્યમંત્રી જૂનાગઢ ખાતે આવી ખેડૂત મહિલા ઉત્કર્ષ સંમેલનને સંબોધશે. કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે જિલ્લા સહકારી બેન્ક આયોજીત આ સંમેલનમાં બહોળી સંખ્યામાં મહિલાઓ સહભાગી થશે.

ખેડૂત મહિલા ઉત્કર્ષ સંબોધન બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દીનદયાળ ભવન ખામધ્રોળ ક્રોસ રોડ ખાતે આયોજીત બેઠકમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી સાથે જિલ્લા પ્રભારી મંત્રી અરવિંદભાઇ રૈયાણી, કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઇ માલમ સાંસદ રાજેશભાઇ ચુડાસમા,રમેશભાઇ ધડુક, ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરિટભાઇ પટેલ શહેર ભાજપ પ્રમુખ પુનીતભાઇ શર્મા સહિતના હોદેદ્દારો ઉપસ્થિત રહેશે.