આર.ટી.ઓ. દ્વારા બાકી રહેલા ગોલ્ડન સીલ્વર નંબર માટે રીઓકશન થશે

જૂનાગઢ : જૂનાગઢ આર.ટી.ઓ. દ્વારા LMV મોટરકરા ફોરવ્હીલ સિરીઝ GJ11BR,GJ11CD,GJ11CH, ટુવ્હીલ સીરિઝ GJ11CE,GJ11CF,GJ11CG,GJ11CJ તથા ટ્રાન્સપોર્ટ સિરિઝ (HGV) GJ11VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબરો માટે રીઓકશન યોજાશે.

ઇ ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન તા. ૧૪/૪/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે શરૂ થશે તેમજ તા. ૧૬/૪/૨૦૨૨ ના રોજ રાતે ૧૧:૫૯ કલાકે બંધ થશે. ત્યારબાદ ઓક્શન પ્રક્રિયા તા. ૧૭/૪/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨ કલાકે શરૂ થશે. તા. ૧૮/૪/૨૦૨૨ ના રોજ રાતે ૧૧:૫૯ કલાકે પૂર્ણ થશે.

આ ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા ઇચ્છુક વાહન માલિકોએ વાહન ખરીદ તારીખની ૭ દિવસની અંદર http://parivahan.gov.in/fancy/ લિંક દ્વારા વાહન-૪ સોફ્ટવેરમાં CNA ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું તેમજ પસંદગીના નંબર મેળવવા માટે આપેલ લીંક પર નોંધણી યુઝર આઇડી અને પાસવર્ડ તૈયાર કરી ઉપર આપેલ તારીખોમાં બીડીંગ કરવાનું રહેશે. સૌથી વધુ બીડ થયેલ નંબર, તે બીડ કરનાર અરજદારોને તા. ૧૯/૪/૨૦૨૨ના રોજ વાહન-૪ સોફ્ટવેર દ્વારા ફાળવી દેવામા આવશે તેમ આર.ટી.ઓ. કચેરી દ્વારા જણાવાયું છે.