જૂનાગઢનાં બફેલ રેન્‍જનાં આસપાસનાં એક કીલોમીટરનાં વિસ્‍તારમાં પ્રવેશબંધી

જૂનાગઢ : પોલીસ તાલીમ મહાવિધાલય બિલખા રોડ જૂનાગઢ ખાતે આવેલ બફેલ રેન્જમાં તા.૧૪/૪/૨૦૨૨ થી તા.૧૫/૫/૨૦૨૨ માટે ફાયરીંગ પ્રેક્ટીસ યોજાશે. આ દરમિયાન પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં જૂનાગઢનાં બફેલ રેન્‍જ ફાયરીંગ બટ ખાતે લોકો તથા વાહનોની અવર જવર ભયજનક જણાતી હોય, લોકની સુરક્ષા માટે અધિક જીલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા એ તેમને મળેલ સત્તાની રૂઇએ તા.૧૪/૪/૨૦૨૨ થી તા.૧૫/૫/૨૦૨૨ જૂનાગઢનાં પોલીસ તાલીમ મહાવિધાલય,જૂનાગઢ બિલખા રોડ ખાતે આવેલ બફેલ રેન્‍જ તથા તેની આસપાસનાં એક કીલોમિટરની રેંન્‍જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૮-૦૦ થી સાંજનાં ૧૪-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.