કેશોદના શેરગઢ ગામેં જૂની અદાવતમાં મહિલાને લાકડી ફટકારી

જૂનાગઢ : કેશોદના શેરગઢ ગામેં જૂની અદાવતમાં મહિલાને લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદી મીનાબેન ગોરધનભાઇ વાળા (ઉ.વ. ૩૫ રહે.શેરગઢ તા.કેશોદ જી.જુનાગઢ) એ આરોપી કેતનભાઇ જેઠાભાઇ પરમાર (રહે.કણેરી તા.કેશોદ) સામે કેશોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ જુની અદાવતને ધ્યાનમાં રાખી ફરીયાદીને ગાળો કાઢી લાકડી વડે માર મારી મુંઢ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે