યુથ એક્સચેન્‍જ પ્રોગ્રામ અંતર્ગત રાજસ્થાનના ૧૦૦ યુવક-યુવતીઓ જૂનાગઢની સંસ્‍કૃતિ જાણશે

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે કે, રમતગમત અને યુવા સાંસ્‍કૃતિક પ્રવૃતિ વિભાગ,ગાંધીનગર તેમજ રાજસ્‍થાન યુવા બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે યુથ એક્સચેન્‍જ પ્રોગ્રામ નું આયોજન તા.૧૨/૦૪/૨૦૨૨ થી ૧૭/૦૪/૨૦૨૨ દરમ્યાન થયેલ છે. જેમાં રાજસ્‍થાન ના ૧૦૦ યુવક-યુવતીઓ ગુજરાતનો સાંસ્‍કૃતિક વારસો જાણશે. આ યુથ એકસચેન્જ પ્રોગ્રામ અંતર્ગત તા.૧૪/૦૪/૨૦૨૨ ના રોજ જૂનાગઢ ખાતે મ્યુઝીયમ, અશોક શિલાલેખ, વિલીંગડન ડેમ તેમજ દેવળીયા પાર્ક ની મુલાકાત લેશે.