શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના સંબંધોનું ખરાબ ચિત્રણ કરનાર સીઆર પાટીલ સામે ગુન્હો દાખલ કરો

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રુમખે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે ફોજદારી ગુન્હો નોંધવાની માંગ સાથે પોલીસને અરજી આપી

જૂનાગઢ : પોરબંદર જિલ્લા તાલુકાના માધવપુર ગામે મેળા દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ભાન ભૂલ્યા હોય એમ બફાટ કરીને ભગવાન શ્રી કૃષ્ણ અને સુભદ્રાજી ભાઈબહેન હોવા છતાં આ બન્નેના સંબંધોનું ખરાબ રીતે ચિત્રણ કરતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. ધાર્મિક બાબતોનું જ્ઞાન વગર આવો બફાટ કરનાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સામે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે ત્યારે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રુમખે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સામે ફોજદારી ગુન્હો નોંધવાની માંગ સાથે પોલીસને અરજી આપી છે.

જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રુમખ અમિતભાઈ પટેલે આજે જુનાગઢ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે કે, તાજેતરમા પોરબંદર જિલ્લા તાલુકાના માધવપુર ગામે માધવ રાયજીના સાનીધ્યમા વંશ પરપરાંગત રીતે દર વર્ષે વિશાળ મેળાનો આયોજન થાય છે. તે મેળામા લાખોની સંખ્યામા લોકો હાજરી આપે છે, આટલી મોટી માનવ મેદનીની હાજરીમા કોઈ અભણ કે અજ્ઞાન કે સામાન્ય વ્યક્તિ નહી ભારત દેશની રાજકીય ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના ભાજપ પ્રમુખ ચન્દ્રકાંત રઘુનાથ પાટીલ (સી આર પાટીલ ) ભાન ભુલીને દેશ સહીત અનેક લોકોના આસ્થાના પ્રતીક સમાન શ્રી યાદવ કુળના ભગવાન શ્રીકૃષ્ણના વિવાહીત બાબતે જાહેર મંચ પરથી અપમાન જનક ખરાબ ટીપણી ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજી વિષે કરવામા આવી સમસ્ત હિન્દુ સમાજ વતી હુ સખત શબ્દોમાં તેમની ટીપણીઓને વખોડુ છુ.

વિષેશમા ફરીવાર આવી ઘટનાઓનુ પુનરાર્વતન ન થાય માટે ઉપરોકત જવાબદાર સામે ભારતીય કાયદાની આઈ પી સી કલમની જોગવાય મુજબ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સામે ફોજદારી ગુનો દાખલ કરીને જવાબદાર સામે કડકમા કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી છે અને એફ આઈ આર નોંધવાની માંગ કરી છે.