અહી સીમેન્ટનુ ધાબુ બનાવતા નહી કહી યુવાન ઉપર હુમલો

કેશોદના પંચાળા ગામે પાડોશી દંપતીએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના પંચાળા ગામે અહી સીમેન્ટનુ ધાબુ બનાવતા નહી કહી યુવાન ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને પાડોશી દંપતી સામે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અશોકભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૭ રહે.પંચાળા તા.કેશોદ) એ આરોપીઓ રવજીભાઇ ઉકાભાઇ મકવાણા, હંસાબેન રવજીભાઇ મકવાણા (રહે. બન્ને પંચાળા તા.કેશોદ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી પોતાના ઘર પાસે સીમેન્ટનુ ધાબુ કરતા હોય તેવામાં આરોપીઓ આવી ફરીયાદીને કહેલ કે અહી સીમેન્ટનુ ધાબુ બનાવતા નહી અને તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી બન્ને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારતા હતા તેવામાં આરોપીએ પાસે રહેલ લાકડી ઝપાઝપીમાં માથામાં ભાગે લાગી ગયેલ અને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.