જૂનાગઢના મધરડેરી પાસે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ સી ઙીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મધરડેરી પાસે રોડ ઉપર જુનાગઢ ખાતે કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા આરોપી ભનુભાઇ રાજાભાઇ રાવલીયાને ઇકો ફોરવ્હીલ કાર નં.જી.જે.૧૧ સી.ડી.૨૨૭૨ કી.રૂ.૨૦૦૦૦૦ પાછળના સીટના નીચેના ભાગે વિદેશી દારૂની બોટલો માસ્ટર બ્લેનડર સીગ્નેચર નં-૦૧ રેર એઇજડ વ્હીસ્કી ઓરિજ્નલ ફોર સેલ ઇન દમણ એન્ડ દીવ ઓંલી ૭૫૦ એમ.એલ ની છુટી બોટલ નંગ-૧ એક બોટલની કિં.રૂ.૪૦૦ તથા બ્લેન્ડર પ્રાઇડ વ્હીસ્કી ફોર સેલ ઇન દમણ એન્ડ દીવ ઓંલી ૩૭૫ એમ.એલ છુટી બોટલો નંગ-૦૪ એક બોટલની કીં.રૂ-૧૫૦ લેખે બોટલ નંગ-૦૪ ની કિં.રૂ-૬૦૦ તથા ચપટા નંગ-૦૪ કિં.રૂ-૪૦૦ એમ કુલ કિં. રૂ. ૨૦૧૪૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો.