લપંટ આશીકે વારંવાર યુવતીનો પીછો કરી છેડતી કરી

મેંદરડા નજીક બનેલા બનાવમાં યુવતીએ નોંધાવી ફરિયાદ

જૂનાગઢ : મેંદરડા નજીક ગળેપડું આશીકે એક યુવતીનો ધરાર પીછો કરી પજવણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં આ લપંટ આશીકે વારંવાર યુવતીનો પીછો કરી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડાની સરકારી હોસ્પીટલ પાસે બનેલા બનાવની મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ આરોપી અલ્ફાઝભાઇ રઝાકભાઇ ગધી સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ ફરીયાદી યુવતીનો અવાર નવાર પીછો કરી બળજબરીથી બાવળુ પકડી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીની આવી કરતુતથી કંટાળી ગયેલી યુવતીએ અંતે હિંમત કરીને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

illustraion of calling with police man