તું અભણ છે કહી પરિણીતાને પતિ અને સાસરિયાએ આપ્યો ત્રાસ

કેશોદના નહેરૂનગર વિસ્તારના બનાવમાં પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : કેશોદના નહેરૂનગર વિસ્તારમાં પરિણીતાને તું અભણ અને અભણને કયાં લઇ આવ્યા તેમ કહી મેણાટોણા મારી પતિ અને સાસરિયાએ ત્રાસ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં પરિણીતાએ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી હંસાબેન પ્રકાશભાઇ મહેતા (ઉ.વ.૩૭ રહે.અંબીકા ચોક દીપલક્ષ્મી એપા. બ્લોક ન.૩૦૪ જુનાગઢ) એ આરોપીઓ પ્રકાશભાઇ ચુનીભાઇ મહેતા (પતિ), હીતેશભાઇ ચુનીભાઇ મહેતા (જેઠ), સંગીતાબેન રસીકભાઇ ચુડાસા, હર્ષાબેન મુકેશભાઇ પટણી (રહે કેશોદ નહેરૂનગર ગણપતિના મંદીરની સામે, કામદાર સોસાયટી ભોય વંડી ની સામે દાતાર રોડ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદી બેનને લગ્નના બીજા દિવસથી તું અભણ અને અભણને કયાં લઇ આવ્યા તેમ કહી મેણાટોણા મારી તથા ફરિયાદીના જેઠપાસે ઘરનો તમામ વહીવટ હોય અને તેઓ એક પણ રૂપીયો ફરિયાદીને આપતા ન હોય અને ફરિયાદીના પતિને બધા મળીને ચડામણી કરતા ફરિયાદીનો પતિ ફરિયાદીને શારીરીક માનસીક દુખત્રાસ આપી ગાળો આપી મારકુટ કરી હતી.