મેંદરડાના ખીમપાદર ગામે ઘોડાછાપ ડોકટર ઝડપાયો

મેડિકલની ડ્રિગી ન હોવા છતાં મેડિકલની પ્રેક્ટિસ કરી જન આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું

જૂનાગઢ : મેંદરડાના ખીમપાદર ગામે એસઓજીએ ઉંટ વૈદ એટલે બોગસ ડોકટરને ઝડપી લીધો હતો. એસઓજીની તપાસમાં આ બોગસ ડોકટર પાસે મેડિકલની ડ્રિગી ન હોવા છતાં મેડિકલની પ્રેક્ટિસ કરી જન આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાનું ખુલ્યું છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મેંદરડાના ખીમપાદર ગામે એક શખ્સ પાસે મેડિકલની ડ્રિગી ન હોવા છતાં જાતે જ ડોકટર બનીને ગામડાની અભણ પ્રજાને મૂર્ખ બનાવી તેમના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળતા એસઓજી સ્ટાફ તે સ્થળે ત્રાટક્યો હતો અને આરોપી ભરતભાઇ નારણભાઇ વસોયા (ઉ.વ.૪૦ ધંધો ડોક્ટરીકામ, રહે. ગોધમપુર ગામ તા.મેંદરડા) પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં પોતાની ઓળખ ડોક્ટર તરીકે આપી પ્રેક્ટીસ કરી દવા આપી દવાખાનું ચલાવતો હોવાનું ખુલતા પોલીસે આ ઘોડાછાપ ડોકટરને કુલ કિ.રૂ. ૭૪૨૬ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.