દિયર-ભોજાઈને પાડોશી માતા-પુત્રએ માર માર્યો

જૂનાગઢના કડીયાવાડ ડબગર શેરીમાં મારામારી બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢના કડીયાવાડ ડબગર શેરીમાં કોઈ કારણોસર દિયર-ભોજાઈને પાડોશી માતા-પુત્રએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને પાડોશી માતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજય હરીભાઈ પરમાર (ઉ.વ.૨૩ રહે. કડીયાવાડ ડબગર શેરી અન્નપુર્ણા કૃપા જુનાગઢ) એ આરોપી જીજ્ઞેશભાઇ તથા તેના મમ્મી (રહે. બંને અયોધ્યા એપાર્ટમેન્ટમાં જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા તેના ભાભી કાળવા ચોકથી તેના ઘરે જતા હતા. ત્યારે અયોધ્યા એપાર્ટમેન્ટમા રહેતા જીજ્ઞેશભાઇ તથા તેના મમ્મી નીચે ઉભા હોય અને ત્યાંથી ફરીયાદી તથા તેના ભાભી નીકળતા કોઈ કારણ વગર આરોપીઓએ જેમ ફાવે તેમ ગાળો બોલતા ગાળો બોલવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ શરીરે ઢીકાપાટુનો મુઢ માર મારી ફરીયાદીના ભાભી વચ્ચે પડતા તેમને પણ ધક્કો મારી પછાડી દઈને ઇજા પહોંચાડી હતી.