પ્રધાનમંત્રી કિશાન યોજનાના લાભાર્થીઓના બેન્ક ખાતા સાથે આધાર સીડીંગ કરાવી લેવું

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા ખેડુતોએ તેમના બેન્ક ખાતા સાથે આધાર સીડીંગ કરાવી લેવું.

ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી ખેડુતોએ આ યોજનાનો લાભ સરળતાથી મળી શકે તે માટે આધાર ekyc અને આધાર સીડીંગ કરાવવું ફરજીયાત છે. જૂનાગઢ જિલ્લાના ખેડુતોને સમયસર આ કામગીરી પુર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારી જુનાગઢ ની યાદીમાં જણાવાયુ છે.