૮ થી ૧૩ વર્ષના ગુજરાતના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચેર કોર્સનું આયોજન

તા. ૨૫ એપ્રીલ સુધિમાં અરજી કરવી

જૂનાગઢ : ગુજરાત રાજયના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ખડક ચઢાણ એડવેન્ચેર કોર્સનું આયોજન કરાયુ છે. તા.૯/૫ થી તા.૧૫/૫/૨૦૨૨ સુધી આ કેમ્પ યોજાશે સંબધીતોએ તા.૨૫/૪/૨૦૨૨ સુધીમાં પંડિત દિનદયાલ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર લાખા કોઠા ભવનાથ- જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા પોસ્ટથી ફોર્મ ભરી મોકલી આપવા.

સંપુર્ણ સરકારી ખર્ચે આ કેમ્પનું આયોજન યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા કરાયુ છે. એડવેન્ચેર કોર્સનું સંચાલન પંડિત દિનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢ દ્વારા કરાશે.
જૂનાગઢ ખાતે યોજાનાર આ કેમ્પનો સમયગાળો ૭-દિવસનો છે. આ કેમ્પમાં જોડાવા faecbook page : SVIM ADMINISTRATION પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. વધુ માહિતી માટે ઓફિસ ફોન નંબર ૦૨૮૫-૨૬૨૭૨૨૮ ઉપર સંપર્ક સાંધવા. પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જુનાગઢની યાદીમાં જણાવાયુ છે.