જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો અને કારમાં તોડફોડ

જૂનાગઢની સાબરીન રેસ્ટોરન્ટ સામેના બનાવમાં ત્રણ શખ્સો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢની સાબરીન રેસ્ટોરન્ટ સામે જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો અને કારમાં તોડફોડ કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં યુવાને ત્રણ શખ્સો સામે માર મારી અને કારમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગાંધીભાઇ જેંન્તીભાઇ સોલંકી (રહે.પ્રદિપ સિનેમા પાસે સદગુરુ માર્બલ ની પાછળ પંચેશ્વર રોડ જુનાગઢ) એ આરોપીઓ સાહિલ ફારુકભાઇ સંધાર (ઉ.વ.૧૯ રહે.રઘુવીર સોસાયટી ખામધ્રોળ જુનાગઢ), સનવેજ નામનો ઇસમ તથા એક અજાણ્યો ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓ સાથે અગાઉ જુનાગઢ ખામધ્રોળ રોડ ખોડીયાર માતાના મંદીર પાસે ઝગડો થયેલ હોય તે વાતનુ મનદુખ રાખી આરોપીએ લોખંડનો પાઇપ ચેનચક્કર ફીટ કરેલ સાથે તથા બીજા આરોપીએ લોખંડનો પાઇપ તથા ત્રીજા આરોપીએ લોખંડની ફરસી સાથે આવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ફરીયાદીના હવાલાની ફોરવ્હીલ કારમા આગળનો કાચ તથા દરવાજાનો કાચ ફોડી નાખી નુકશાન કરી ફરીયાદીને પાઇપ વડે શરીરે માર મારી તેમજ પગમા તથા બન્ને હાથમા તથા પીઠમા માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.