જૂનાગઢના શાક માર્કેટ પાસે વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના શાક માર્કેટ પાસે વરલી મટકાનો જુગાર રમતા એક આરોપીને ઝડપી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ એ ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢના સુખનાથચોક શાકભાજી માર્કેટ પાસે જાહેરમા વરલી મટકાના આંક ફરકનો જુગાર પૈસાની હારજીત કરી રમતા આરોપી એઝાઝ હુશેનભાઇ મધરા (ઉ.વ.૨૩ રહે. સુખનાથચોક બારાસૈયદ રોડ કુંભારવાડા જુનાગઢ)ને વરલી મટકાના સાહીત્ય તથા રોકડા રૂ! ૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.