જૂનાગઢના દોલતપરામાં જૂની અદાવત મામલે યુવાન ઉપર હુમલો

જૂનાગઢ : જૂનાગઢના દોલતપરામાં જૂની અદાવત મામલે યુવાન ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રફીકભાઈ હબીબભાઈ સેતા (ઉ.વ.૩૫ રહે. ૬૬ કે વી શ્રમજીવી નગર ખામધ્રોળ રોડ જુનાગઢ) એ આરોપીઓ ધર્મેશ સરધરા (રહે.ચોકી વડાલ), પ્રવિણ સરધરા (રહે.ચોકી વડાલ), ભરતભાઈ સરધરા (રહે. અરવિંદ પાર્ક દોલતપરા) કારૂ ભુતિયા (રહે.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને ચારેય આરોપીઓએ બલેનો ગાડીમા આવી ફરીયાદીએ ગાડીમા જવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ગાળો કાઢી સ્ટીલના પાઈપ વડે ફરિયાદીને જમણા પગના સાથળના ભાગે માર મારી ઈજા કરી હતી.