કાકાનો કુતરો કરડાવાની ટીખળ કરવા મામલે મિત્રો વચ્ચે જામી પડી

માળીયા હાટીનાના માતરવાણીયા ગામે મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : માળીયા હાટીનાના માતરવાણીયા ગામે કાકાનો કુતરો કરડાવાની ટીખળ કરવા મામલે મિત્રો વચ્ચે જામી પડી હતી. આ બનાવમાં યુવાનને ચાર શખ્સોએ માર મર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા હાટીના પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી મહેશભાઇ મનુભાઇ દયાતર (રહે.માતરવાણીયા તા.માળીયા હાટીના) એ આરોપીઓ ધવલભાઇ વજુભાઇ, મુકેશભાઇ દેલવાડીયા, વજુભાઇ દેલવાડીયા, ધરમશીભાઇ પ્રેમજીભાઇ દેલવાડીયા (રહે.બધા માતરવાણીયા તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, એક આરોપી તેના કાકાના કુતરો કરડવાનું કહેતા તે એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાંળો આપી આરોપીઓએ ફરીયાદીને પકડી રાખી અન્ય આરોપીઓએ ફરિયાદીને માથાના ભાગે એક લાકડીનો ઘા મારી ઇજા પહોંચાડી હતી.