ગિરનાર પર્વત પર રોપ-વે બંધ, અંબાજી માતાના દર્શને આવેલા ભાવિકો નારાજ

સતાવાર રીતે રોપ-વે બંધ કરવામાં ભારે પવનનું કારણ દર્શાવાયું, પણ પવન સામાન્ય હોવાનો ભવિકોમાં કચવાટ

જૂનાગઢ : ગિરનાર પર્વત પર રોપ-વે સેવા ભારે પવનના કારણે છેલ્લા 2 દિવસથી બંધ રહેવાથી અંબાજી માતાજીના દર્શને આવતા ભાવિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. મંદિર સુધી પહોંચવામાં ભાવિકો હેરાન થાય છે.

હવામાન વિભાગની આગામી મુજબ જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતો હોવાથી ગિરનાર પર રોપ-વે સેવા છેલ્લા 2 દિવસથી બંધ રાખવામાં આવી છે.ભાવિકોની સગવડતા માટે અંબાજી સુધી જવા-આવવા માટે રોપ-વે સેવા શરુ કરવામાં આવી છે.જેથી અંબા માતાજીના દર્શને આવતા ભાવિકો સરળતાથી અંબાજી સુધી પહોંચી શકે.પરંતુ છેલ્લા 2 દિવસથી ભારે પવનના કારણે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.જેથી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે અંબાજી માતાજીના દર્શને આવતા ભાવિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ રોપ-વે સેવા બંધ થતા શ્રદ્ધાળુંઓ હેરાન થાય છે.

વધુમાં રોપ-વે મેનેજર રાજેશ દ્વારા જણાવાયું હતું કે પવનની ગતિ ભારે હોવાથી રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.પવનની ગતિ સામાન્ય થઇ જશે.તો ટૂંક સમયમાં આ રોપ-વે સેવા ફરી શરુ કરવામાં આવશે.રોપ-વે સેવા ફરી કયારે શરુ થશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.પવનની ગતિ ધીમી પડતાની સાથે જ રોપ-વે શરુ કરી દેવામાં આવશે.