બેકાબુ બનેલી કારે બબ્બે બાઈકને ઠોકરે ચડાવતા બન્ને બાઈક ચાલકના મોત

કેશોદના કોયલાણા ગામ પાસે અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

જૂનાગઢ : કેશોદના કોયલાણા ગામ પાસે ગઈકાલે એક કાર અચાનક બેકાબુ બન્યા બાદ કાર ચાલકે વારાફરતી બબ્બે બાઈકને ઠોકરે ચડાવતા બન્ને બાઈક ચાલકના સ્થળ ઉપર જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ અકસ્માત સર્જીને કાર ત્યાંજ રેઢી મૂકી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે કાર નંબરના આધારે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રણજીતભાઇ દોલુભાઇ ગાંગણા (ઉ.વ.૩૬ રહે.પાણખાણ આથમણી સીમ વિસ્તાર તા.કેશોદ જી.જુનાગઢ)એ આરોપી ફોરવ્હિલ કાર નં. જીજે. ૦૩. કેએચ. ૨૭૧૭ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલાની ફોરવ્હીલ કાર નં GJ-03-KH-2717 વાળી ફુલ સ્પીડમા તથા ગફલતભરી રીતે ચલાવી વેરાવળ તરફથી આવી કરશનભાઇ ચાંડપા તેમની મો.સા લઇ રોડ ક્રોશ કરતા હતા તેમને હડફેટે લઇ તેમનુ મોત નીપજાવી પાણખાણથી કેશોદ તરફ જતા સોમાતભાઇ ગાંગણાની મો.સા.ને પાછળથી ઠોકર મારી સોમાતભાઇ તથા તેમના ભત્રીજા ગજેંદ્રને રોડથી નીચે પછાડી દઇ સોમાતભાઇનુ મોત નીપજાવી તથા ગજેન્દ્ર ને ઓછી વતી ઇજાઓ કરી આરોપીએ પોતાના હવાલાના હવાલા વાળુ ફોરવ્હિલ કાર વાહન મુકી નાશી છૂટ્યો હતો.