ઘર પાસે ક્રિકેટ રમવાની બબલમાં યુવાનને પાડોશીએ છરી ઝીકી

માંગરોળના ઇન્દીરાનગર વિસ્તારમાં બનેલા બનાવમાં પાડોશી સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : માંગરોળના ઇન્દીરાનગર વિસ્તારમાં ઘર પાસે છોકરાઓ વચ્ચે ક્રિકેટ રમવાની બબાલમાં મોટેરાઓ વચ્ચે જામી પડી હતી.જેમાં યુવાનને પાડોશી શખ્સે મારી મારી છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવતા આ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

માંગરોળ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઝાકીર હુસેનભાઇ ઇખલાક હુસેનભાઇ સૈયદ (ઉ.વ..૪૨ રહે.માંગરોળ નવા બસ સ્ટેન્ડ પાછળ ઇન્દિરાનગર તા.માંગરોળ) એ વાહિદ કાદરભાઇ શેખ (રહે. માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના ઘર પાસે છોકરા ક્રિકેટ રમતા હોય ફરીયાદીના ઘરમા અવાર નવાર દડો જતો હોય જેથી ફરીયાદી ઠપકો આપવા જતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને શરીરે ઢીકાપાટુનો મુંઢમાર મારી તેમજ છરી વડે જમણા હાથની કલાઇ ઉપર છરી મારી ઇજા કરી તેમજ સાહેદને પાટુ મારીને ઇજા કરી હતી.