કેશોદ તાલુકાનાં ભાટગામ ખાતે ૬૬ કે.વી. સબ સ્ટેશનનું નિર્માણ કરાશે

ભાટગામ, સુલતાનપુર, ઢેલાણા, ગોરેજ અને માનખેત્રા એમ પાંચ ગામનાં ૨૧૦૦ જેટલા વિજગ્રાહકોને થશે લાભ- મંત્રી દેવાભાઇ માલમ દ્વારા ખાતમૂહુર્ત કરાયુ

જૂનાગઢ : માંગરોળ તાલુકાનાં ઘેડ વિસ્તારનાં અંતરીયાળ ભાટગામ ખાતે રૂા. ૬ કરોડનાં ખર્ચે ૬૬ કે.વી. ક્ષમતાનું સબ સ્ટેશન નિર્માણ થશે. પશુપાલન અને ગૈા સંવર્ધન રાજ્યમંત્રી દેવાભાઇ માલમનાં હસ્તે સબ સ્ટેશનનું ખાતમુહુર્ત કરાયુ હતુ.

આ સબ સ્ટેશનથી ભાટગામ ઊપરાંત સુલતાનપુર, ગોરેજ, ઢેલાણા, અને માનખેત્રા એમ પાંચ ગામનાં કુલ ૨૧૦૦ જેટલા વિજગ્રાહકોને ગુણવત્તાસભર અને વધુ સાતત્ય પુર્ણ વિજ પ્રવાહ મળી રહેશે. આ સબ સ્ટેશન થી પુરતા વિજ દબાણથી વિજળી મળતા ગ્રામજનોની સુખાકારીમાં વધારો થશે. ટી.એ્ડ ડી. લોસ ઘટશે. વિજ ગ્રાહકોને વિના વિક્ષેપે અવિરત વિજ પુરવઠો મળશે. તેમજ નવા વિજ જોડાણ આપી શકાશે.

આ પ્રસંગે મંત્રી દેવાભાઇ માલમે કહ્યુ કે, હાલ જૂનાગઢ જિલ્લામાં કુલ ૮૮ વિજ સબ સ્ટેશનો કાર્યરત છે. જેના માધ્યમથી વિજ પ્રવહન કરવામાં આવી રહ્યુ છે. તેમજ જરૂરીયાત મુજબ નવા વિજ સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે.

આ ખાતમુહુર્ત પ્રસંગે જિલ્લા પંચાયતનાં સદસ્ય સોમાતભાઇ વાસણ, અગ્રણી જેઠાભાઇ ચુડાસામા, દાનભાઇ બાલસ, દાનભાઇ ખાંભલા,ગોવીંદભાઇ બારીયા, લોએજનાં સરપંચ રવિભાઇ નંદાણીયા, ભાવેશભાઇ પીઠીયા, અરજણભાઇ પીઠીયા, ભાટગામનાં સરપંચ કમલેશ સોલંકી, સહિત આસપાસનાં ગામોનાં સરપંચઓ અગ્રણીઓ, ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે જેટકોનાં નાયબ ઈજનેર હરેશ વઘાસિયાએ આમંત્રીત અતિથીઓને શબ્દોથી આવકારી જેટકો દ્વારા તાઉતે વાવાઝોડા વેળાએ વિજ પુરવઠો વહેલી તકે પ્રસ્થાપિત થવા સંદર્ભે વિજ વિભાગની કામગીરીની વિગતો આપી હતી. કાર્યક્રમનાં અંતે અધિક્ષક ઈજનેર એચ.જે. હાલરને કરે આભાર દર્શન કર્યુ હતુ.