જૂનાગઢમાં દિવ્યાંગ બાળક સ્કૂલેથી લાપત્તા

જૂનાગઢ : જૂનાગઢમાં બહેરા-મૂંગાની સ્કૂલમાં રહેતો 11 વર્ષનો દિવ્યાંગ બાળક સુરજ ગઈકાલે તા. 07/04/22ના સાંજે 7:15 વાગ્યે સ્કૂલેથી ચાલ્યો ગયેલ છે. સુરજ બાળક બોલી અને સાંભળી શકતો નથી. અને સુરજે સ્કૂલ યુનિફોર્મ પહેરેલ છે. લાપત્તા બાળક જો કોઈને મળે તો એ ડિવિઝન પોલીસ સ્ટેશન, આઝાદ ચોક, જુનાગઢનો સંપર્ક કરવા અથવા ફોન 0285 2655788, મો.નંબર 88495 47721 પર સંપર્ક કરવાની યાદીમાં અપીલ કરાઈ છે