પેપર લીક કૌભાંડ સામે લડત ચલાવનાર યુવા નેતાની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં રોષપૂર્ણ રેલી

વિદ્યાર્થીઓએ રેલી કાઢી કલેકટરને આવેદન આપીને યુવા નેતાને મુક્ત કરવાની માંગ કરી

જૂનાગઢ : સરકારી ભરતીઓની પરીક્ષામાં થયેલા પેપર લીક કૌભાંડ સામે અવાજ ઉઠાવનાર યુવા નેતાની ધરપકડના વિરોધમાં જૂનાગઢમાં આજે રોષપૂર્ણ રેલી નિકળી હતી. જેમાં વિદ્યાર્થીઓએ રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું હતું અને યુવા નેતાને મુક્ત કરવાની ઉગ્ર માંગ ઉઠાવી હતી.

અનેક સરકારી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરીને 307 કલમ મુજબ જેલ હવાલે કરતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ છવાઈ ગયો છે આજે જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો પર 100થી વધુ વિદ્યાર્થીઓ ધારાસભ્ય ભીખાભાઈ જોશી કરણી સેના સહિતના લોકોએ વિદ્યાર્થી નેતાને ન્યાય અપાવવા અને તેના સામે થયેલ ખોટી ફરિયાદો પાછી લેવા રેલી યોજીને જિલ્લા કલેકટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં યુવરાજસિંહ છોડાવવા સૂત્રોચાર કરીએ અને વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે થોડા સમય પહેલા પેપર લીક ઓપન નો પર્દાફાશ કર્યો હતો જેનો ખાર રાખીને સરકારે તેમના પર ખોટા કેસો દાખલ કર્યા છે. જેને લઇ આજે વિદ્યાર્થીઓએ તાત્કાલિક યુવરાજસિંહને છોડવામાં આવે અને સરકાર તેમના ઉપર રાગદ્વેષ રાખી રહ્યાં હોવાના આક્ષેપ કર્યા છે.