જુના મનદુઃખનો ખાર રાખી લાકડાના ધોકાથી પરિવાર ઉપર હુમલો

જૂનાગઢના ઓઘડનગર વિસ્તારમાં મારામારીની ઘટનામાં પાડોશી પરિવારના ચાર વ્યક્તિ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના ઓઘડનગર વિસ્તારમાં જુના મનદુઃખનો ખાર રાખી લાકડાના ધોકાથી પરિવાર ઉપર પાડોશી પરિવારે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચારેક વ્યક્તિને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે પાડોશી પરિવારના ચાર વ્યક્તિ સામે હુમલાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ બી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રોશનબેન કોશિકભાઇ મકવાણા (ઉ.વ. ૩૦ રહે. ઓઘડનગર દીપભાઇની દુકાન સામે ની શેરી હાલ ગુજરાત હાઉસીંગ બોર્ડ જુનાગઢ) એ આરોપીઓ મગનભાઇ ચનાભાઇ મકવાણા, કૌશિકભાઇ, કરણ ઉર્ફે ટીટુ, સંગીતા (રહે. તમામ ઓઘડનગર જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદને ગાળો કાઢી લાકડાના ધોકા વડે માર મારી ફરીયાદીને ડાબા હાથે કલાઇ પાસે મુંઢ ઇજા કરી તથા ફરીયાદીના માસીના દીકરા રફીકને ડાબા હાથે તથા બાવડામા લાકડાના ધોકા વડે માર મારી છરી વડે ડાબા હાથની હથેળીમા ઇજા કરી સાહેદ દિવ્યાબેનને ધક્કો મારી પછાડી જમણા પગમા ઇજા કરી ફરીયાદીની સાથે આવેલ સાહેદ વરૂણને પણ જમણા ગાલ ઉપર લાકડા વતી તથા ડાબા ખંભે તથા જમણા પગે લાકડીથી માર મારી તથા ફરીયાદી તથા સાહેદોને ઢીકા પાટુનો મુંઢ માર મારી ઇજા પહોંચાડી હતી.