વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી 1948માં શરૂ કરવામાં આવી હતી, જેનો હેતુ લોકોને સ્વાસ્થ્ય સાથે સંબંધિત દરેક મુદ્દાઓ વિશે જાગૃત કરવાનો છે. વર્તમાન યુગની જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની આદતોને કારણે આપણે આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી શકતા નથી. ત્યારે તંદુરસ્ત જીવન માટે ફિટ એન્ડ ફાઈન રહેવું ખૂબ જ જરૂરી છે. અહીં આપેલી પાંચ હેલ્થ ટિપ્સ સારા સ્વાસ્થ્ય માટે રોજિંદા જીવનમાં ઉપયોગી છે.
1. સ્વસ્થ આહાર લો
સ્વસ્થ રહેવા માટે સંતુલિત અને આરોગ્યપ્રદ ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. તમારા રોજિંદા આહારમાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ કરો. આ સિવાય જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, ખાંડ, ઠંડા પીણાનું સેવન ઓછું કરો.
2. શરીરને હાઇડ્રેટેડ રાખો
શરીરમાં પાણીની કમી ન થાય તે માટે દિવસમાં ઓછામાં ઓછું 8થી 9 ગ્લાસ પાણી પીવો કારણ કે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આમ ન કરો તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. યોગ્ય માત્રામાં પાણી પીવાથી શરીરની મોટાભાગની ગંદકી બહાર નીકળી જાય છે.
3. 7 થી 8 કલાકની ઊંઘ લો
તમારું રોજિંદું જીવન ગમે તેટલું વ્યસ્ત હોય, 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આનાથી તમે આખો દિવસ તાજગી અનુભવશો જ, પરંતુ ટેન્શનથી પણ દૂર રહી શકશો. માનસિક સ્વાસ્થ્ય માટે આ કરવું જરૂરી છે.
4. નિયમિત વ્યાયામ કરો
જો તમે ફિટ રહેવા માંગતા હોવ અને પેટની ચરબી ન વધે તો નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. વૉકિંગ, જોગિંગ, સ્વિમિંગ અને જિમ જવાના વિકલ્પો છે.
5. દારૂ, સિગારેટ છોડો
આપણે બધા એ હકીકતથી વાકેફ છીએ કે ધૂમ્રપાન અને આલ્કોહોલ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને તેની લત લાગી ગઈ હોય તો આજે જ તેને છોડી દો કારણ કે તેનાથી ઘણી અસાધ્ય બીમારીઓ થઈ શકે છે.