અમરનાથ યાત્રિકો માટે જૂનાગઢ મહાનગરપાલિકા સહકારરૂપ બનશે

યાત્રા કરવા ઇચ્છુક નગરજનોને ફોર્મ તથા જરૂરી સામગ્રીની યાદી વિનામુલ્યે આપવામાં આવશે

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમરનાથ યાત્રામાં જનાર તમામ યાત્રિકોને ફોર્મ તથા જરૂરી સામગ્રીની યાદી વિનામુલ્યે આપવામાં આવશે.જૂનાગઢથી જે પણ નગરજન કે જે જૂનાગઢના રહેવાસી પોતાની અમરનાથ યાત્રા પૂર્ણ કરનારને સન્માનીત કરી પુરષ્કાર રાસી પણ અર્પણ કરવામાં આવશે.

જૂનાગઢ મહાનગરપાલિકા સ્થાયી સમિતી કાર્યાલય અમરનાથ યાત્રામાં જનાર તમામ યાત્રિકોને મદદરૂપ બનશે.આગામી તા.30/06 થી તા.11/8 આમ કુલ-43 દિવસીય હિન્દુધર્મની શિરમોર યાત્રા એટલે કે અમરનાથ યાત્રા શરૂ થનાર છે.જેની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ છે.આ યાત્રા દરમ્યાન આજુબાજુના સ્થળો જેવા કે,કટરા વૈશ્વદેવી, શીવખોડી, બુઢા અમરનાથ, જમ્મુ મંદિરોની નગરી ગણાય છે એવા સ્થળોની મુલાકાત તથા શ્રીનગરમાં જગતગુરૂ શંકરાચાર્ય પ્રભુનું મંદિર અને જમ્મુથી રીટર્ન અમૃતસર સુવર્ણ મંદિર અને જલીયાવાલા બાગ વાધાબોર્ડર સુધીની યાત્રા એ પરમાત્મીક યાત્રા ગણાય છે.

અમરનાથ યાત્રાએ જવાના માત્ર બે રૂટ છે.જેમાં પહેલો રૂટ બાલતાલ થી અમરનાથ ગુફા (27 કિમી) અને બીજો રૂટ ચંદનવાડીથી અમરનાથ મંદિર (35 કિમી) આમ આ બંન્ને રૂટથી અમરનાથ યાત્રાએ જઇ શકાય છે.આ યાત્રા કરવા જનાર ઇચ્છુક જૂનાગઢના નગરજનો માટે ખાસ સુવિધારૂપે જે પણ લોકોને આ યાત્રામાં જવાનું હોઈ તેઓને ભરવાના થતા ફોર્મ સ્થાયી સમિતી કાર્યાલય ખાતેથી વિનામુલ્યે આપવામાં આવનાર છે.

વિશેષમાં આ યાત્રા દરમ્યાન શું શું સામગ્રીઓ જરૂરી હોય છે અને સાથે રાખવી જોઈએ તેની એક યાદી પણ લોકોને આપવામાં આવશે.જેથી લોકો પોતાનું પરફેકટ પેકીંગ અને જરૂરીયાતભરી ચીજો સાથે લઇ જઇ શકે.આ બાબતે જે પણ લોકોને આ વર્ષે અમરનાથ ભગવાનની યાત્રામાં જવાનું હોઇ તેમણે પોતાનાફોર્મ અને યાદી કચેરીએથી મેળવી લેવા તથા આ યાત્રા પૂર્ણ કરી પોતાની યાત્રા અંગેની વિગતો રજુ કર્યેથી આ યાત્રા પર ગયેલ મહાનગરવાસીઓને રોકડ પુરષ્કાર સાથે સન્માનિત પણ કરવામાં આવશે.વિશેષ માહિતી માટે હસમુખભાઇ ખેરાળા મો.9428375667,9974809108 તથા સંજયભાઇ પંડયા મો.9737854457 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.