જૂનાગઢની સીટી બસ કોલોનીમાંથી રૂ.2.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પોલીસના દરોડાની ગંધ આવી જતા બે બુટલેગર નાસી છૂટવામાં સફળ

જૂનાગઢ : જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે જૂનાગઢના ગ્રાંધીગ્રામ જફર મેફાન સામે આવેલ સીટી બસ કોલોનીના એક મકાનમાં દરોડો પાડી રૂ.2.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે પોલીસના દરોડાની અગાઉથી ગંધ આવી જતા બે બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમ દરમિયાન દેશી-ઇંગ્લીશ દારૂના જથ્થાને પકડી લેવા વોચમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, જુનાગઢના સીટી બસ કોલોનીમાં રહેતો રાજ નગાભાઇ કરમટા તથા તેનો સાગરીને અર્જુન ઉર્ફે આડી અમરાભાઇ વંશ રબારી (રહે-સરકારી ગોડાઉન પારો ગાંધીગ્રામ) સાથે મળી રાજુ કરમટાએ તેના પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારૂની જથ્થો રાખેલ છે. અને તે સગેવગે કરી નાખે તેમ છે. તેવી ચોક્કસ બાતમી હકિકત આધારે સીટી બસ કોલોનીમાં રાજ કરમટા રબારીના મકાનેથી રેઇડ કરીને સી ડિવિઝન પોલીસે જુદી જુદી ઈંગ્લીશ દારૂની બ્રાન્ડ મળીને કુલ રૂ.2.30 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જો કે ઉપરોક્ત બન્ને આરોપીઓ પોલીસના હાથે આવ્યા ન હતા. હાલ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં જુનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ જે.જે.ગઢવી તથા હેડ. કોન્સ. કે.એન.જોગીયા, એન આર ભેટારીયા, એ.એમ. સિસીદીયા આઇ.આર ઝાલા વિરલભાઇ ત્રીવેદી, તથા PC કરણસિંહ જણકાત, દીલીપભાઇ ડાંગર, ભગવાનજી વાઢિયા, હિતેષભાઇ મક્કા સહિતના જોડાયા હતા.