જૂનાગઢની મેડિકલ કોલેજ & હોસ્પિટલમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

મેડિકલ સ્ટુડન્ટ દ્વારા જનજાગૃતિ માટે રંગોળી અને પોસ્ટર પ્રદર્શન કરી વૃક્ષારોપણ કરાયું

જૂનાગઢ : જૂનાગઢની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેના મેડિકલ સ્ટુડન્ટ દ્વારા જનજાગૃતિ માટે રંગોળી અને પોસ્ટર પ્રદર્શન કરી વૃક્ષારોપણ કરાયું હતું.

જૂનાગઢની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ સ્ટુડન્ટ દ્વારા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ સ્ટુડન્ટ અને મેડિકલ કોલેજ મેનેજમેન્ટ દ્વારા સ્વાસ્થ્યવર્ધક રંગોળી અને પોસ્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ શુદ્ધ હવા મળી રહે તે માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથેસાથે લોકોને પ્રકૃતિની જાળવણી થકી જ સ્વાસ્થ્યનું રક્ષણનો મેસેજ આપવામાં આવ્યો હતો અને ધરતી, જલ, વાયુનું જતન કરવાની સાથે રોગ મુક્ત જીવન કેવી રીતે જીવી શકાય તેની જડીબુટ્ટી સમાન આરોગ્ય ટિપ્સ આપવામાં આવી હતી.