જૂનાગઢના વોર્ડ નં. 9, 14 અને 15માં શનિવારે સેવાસેતુ કાર્યક્રમ

જૂનાગઢ : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શનિવારે શહેરના વોર્ડ નં. 9, 14 અને 15માં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ કરવાનું નકકી કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરના વોર્ડ નં. 9, 14 અને 15નો સેવાસેતુ કાર્યક્રમ તા. 09/04/2022ને શનીવારના રોજ સવારે 9 કલાકે શામળદાસ ગાંધી ટાઉન હોલ, જૂનાગઢ ખાતે યોજનાર છે. આ સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.