જૂનાગઢમાં ધો. ૧૨ ના મનોવિજ્ઞાન ના પેપરમાં કોપી કેસ નોંધાયો

 

જૂનાગઢ : હાલ ધો. 10, 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. એ દરમિયાન જૂનાગઢમાં એક કોપી કેસ થયો હોવાનું સામે આવ્યું છે..જેમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરની એન.સી. પરમાર ગર્લ્સ હાઈસ્કૂલમાં બ્લોક નં ૫ માં ધો. ૧૨ ના મનોવિજ્ઞાન ના પેપરમાં કોપી કેસ નોંધાયો હતો. પરીક્ષાર્થી મોબાઈલ સાથે કોપી કેસમાં ઝડપાતાં પોલીસ ફરીયાદ નોંધાઈ છે. બોર્ડની પરીક્ષામાં એક કોપી કેસ નોંધાયાની ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.