જૂનાગઢની ભદ્ર સોસાયટીના ગ્રાઉન્ડમાં જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢની ભદ્ર સોસાયટીના ગ્રાઉન્ડમાં જુગાર રમતી ચાર મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢની વિશ્રાસીટી બ્લોક નં-એ/૫ ના ગ્રાઉન્ડમાં દરોડો પાડી આ વિશ્રાવાસીટી બ્લોક નં-એ/૫ ના ગ્રાઉડમાં બેસી ગંજી પતાના પૈસા પાના વડે હાર-જીતનો જુગાર રમતા કવીતાબેન હિતેશભાઇ પંડીત, ભાવનાબેન ઉદેભાઇ ભટ્ટ, હર્ષદભાઇ જગજીવનભાઇ સુબા, ભારતીબેન જીગ્નેશભાઇ વાઘેલા, ઇન્દુબેન રમણીકભાઇ હીરપરાને રોકડ રૂ.૧૪,૭૪૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.