પતિએ છુટાછેડા માટે દબાણ કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

જૂનાગઢના બાવાનો વંડો માત્રી રોડ વિસ્તારમાં બનેલા બનાવમાં પરિણીતાએ પતિ તથા સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના બાવાનો વંડો માત્રી રોડ વિસ્તારમાં પતિએ છુટાછેડા માટે દબાણ કરી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ બનાવમાં પતિ તથા સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા જૂનાગઢના મહિલા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી શબનમબેન જુબેરભાઇ શેખ (ઉ.વ.૧૯ રહે.બાવા ના વંડા માત્રી રોડ હાલ રહે કુંભારવાડા જુનાગઢ) એ આરોપીઓ જુબૈરભાઇ અમીનભાઇ શેખ (પતિ), અમીનભાઇ રહીમભાઇ શેખ (સસરા), રૂકસારબેન ઉર્ફે હસીનાબેન (સાસુ-રહે.બધા બાવાનો વંડો માત્રી રોડ કુભારવાડો જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી બેનને તેના પતિ છુટાછેડા માટે દબાણ કરી ફરીયાદી બેનના પતિ તેમજ સાસુ-સસરાએ ફરીયાદીબેન ને શારીરિક માનસીક દુખત્રાસ આપી કરીયાવર બાબતે મેણાટોણા બોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી બેનને ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકી હતી.