સરકારના ઢોર નિયત્રણના કાયદાનો જુનગઢમાં કોંગ્રેસ દ્વારા વિરોધ

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આ કાયદાને પરત ખેંચવાની માંગ કરી

જૂનાગઢ : રાજયની વિધાનસભાના સત્રમાં ગત તા.૩1 માર્ચના રોજ સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે. આથી જૂનાગઢમાં કોંગ્રેસે આ કાયદાકીય બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે અને સરકારને સંબોધી કલેકટરને આવેદનપત્ર આપી સરકાર આ કાયદો પરત ન ખેંચે તેવી ઉગ્ર માંગ કરી હતી.

સરકારના રખડતા ઢોરનો અંગે કાયદાનો જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે વિરોધ કરી આવેદન આપી આ કાયદો પરત ખેંચવાની માંગ કરાઈ હતી તેંમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા અને ઘાસ ડેપો બનાવવાની તેમજ પશુપાલન મજબૂત બને તે માટે નીતિ બનાવવાની માંગ કરાઈ હતી. આ અંગે ગુજરાત માલધારી સેલના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે આજે માલધારીઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં માલધારીઓની દશા બહુ જ ખરાબ છે. કોરોના કાળ પછી માલધારીઓને સરકાર દ્વારા કોઈ સહાય કરવામાં આવી નથી. જ્યારે બૅંકમાં પશુઓ માટે લોન પણ મળતી નથી, આ ઉપરાંત ઘાસચારો પણ મોંઘો છે. ત્યારે સરકારે માલધારીઓનું હીતને બદલે કડક જોગવાઈ સાથે કાયદો બનાવતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. એથી આ કાયદો પરત ખેંચવાની તેઓએ માંગ કરી હતી.