જૂનાગઢમાં દુકાનમાં આઈપીએલ પર સટ્ટો રમતો વેપારી ઝડપાયો, બે બુકીના નામ ખુલ્યા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો ક્રિકેટ સટ્ટાના સાહિત્ય સહિત કુલ કિ.રૂ.૬,૫૫,૩૫૦નો મુદામાલ કબ્જે કર્યો

જૂનાગઢ : જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે શહેરના ઝાંસીની રાણીની પ્રતિમા પાસેની નજીક આવેલ કાકા કોમ્પલેક્ષની દુકાન નં.૩માં દરોડો પાડી આ દુકાનમાં આઇપીએલ ક્રિકટના લાઇવ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાના સોદાઓ કરતા ક્રિકેટ સટ્ટાના સાહિત્ય ટી.વી., સેટઅપ બોકસ, મોબાઇલ ફોન નંગ-૧ તથા રોકડા રૂ.૧,૩૯,૮૫૦ તથા ફોર વિલ કાર-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦ સહિત કુલ કિ.રૂ.૬,૫૫,૩૫૦ સાથે વેપારીને દબોચી લીધો હતો.

જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો જુગારની બદી અટકવવા સતત પ્રયત્નશીલ હોય, અને હાલમાં ચાલુ રહેલ આઇ.પી.એલ. ક્રિકેટ મેચ ઉપર જુગાર રમાડતા ઇસમો ઉપર સતત વોચ તપાસમાં હોય અને દરમ્યાન પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા તથા દિવ્યશેભાઇ ડાભીને સંયુકતમાં અગાઉથી ખાનગીરાહે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, જૂનાગઢ ઝાંસીની રાણીના પુતળા સામે આવેલ કાકા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રોડ સાઇડે આવેલ દુકાન નં.૩ માં નૈમીષ મધુસુદનભાઇ ભલાણી રહે. જૂનાગઢ વાળો ઉપરોક્ત પોતાના કબ્જા ભોગવટાની દુકાનમાં પોતાના અંગત ફાયદા સારૂ મોબાઇલ ફોન ઉપર હાલમાં ચાલુ ટાટા આઇ.પી.એલ.-૨૦૨૨ ની ક્રિકેટ મેચમાં બોલ, રન ઉપર હાર-જીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના સોદાઓ કરી નાણાની હાર-જીત કરી પાછળથી હવાલા દ્વારા નાણાની આપ-લે કરી ક્રિકેટ સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે.

આ હકિકત આધારે આજરોજ આઇ.પી.એલ.ની સનરાઇઝ હૈદ્રાબાદ અને લખનઉ સુપર ઝાયન્ટ ટીમ વચ્ચે ડો.ડીવાય પાટીલ મુંબઇના ગ્રાઉન્ડ ઉપર મેય ચાલુ હોય. જેથી ખાનગી બાતમીદારો દ્વારા વેરીફાઇ કરાવતા હાલ ઉપરોક્ત સ્થળે ક્રિકેટ સટ્ટાનો જુગાર ચાલુ હોવાની જાણ થતા પો.સ્ટાફ સાથે સદર જગ્યાએ રેઇડ કરતા કાકા કોમ્પ્લેક્ષમાં આગળ રોડના ભાગે દુકાન નં.૩ પાસે આવતા દુકાન ઉપર કોઇ બોર્ડ મારેલ ન હોય અને દુકાન બંધ હોય જેથી વેરીફાઇ કરાવતા દુકાનનો પાછળનો દરવાજો હોય જેથી પાછળના ભાગે જતા દુકાનનું શટર અડધુ ખુલ્લુ હોય. દુકાનની અંદર એક ઇસમ હાજર હોય. જે પોલીસને જોઇ હાથમાં રહેલ મોબાઇલ ફોન ખાનામાં છુપાવી આડા અવળો થવા લાગતા જેમનો તેમ બેસાડી દિધેલ. સદર જગ્યાએ ટી.વી. ઉપર આઇ.પી.એલ. ક્રિકેટ પ્રસારણ ચાલુ હોય. તેમજ ઇસમનો મોબાઇલ જોતા વીવો કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ગૂગલ ક્રોમના પેજમાં ક્રિકેટના સટ્ટાનો જુગાર ચાલુ હોય. ડો.ડી.વાય. પાર્ટીલ સ્ટેડીયમ મુંબઇ ખાતે સનરાઇઝ હૈદ્રાબાદ અને લખનઉ સુપર ઝાયન્ટ ટીમ વચ્ચે ટાટા આઇ.પી.એલ.-૨૦૨૨ ની મેચ ચાલૂ હોય, જેમાં સનરાઇઝ હૈદ્રાબાદ દાવમા હોય અને બેટસમેન વિલ્યમસન ૦ રન ૦૧ બોલમાં તથા સામેના છેડે અભિષેક ૧ રન ૦૧ બોલમાં જેમાં સનરાઇઝ હૈદ્રાબાદના ૦૧ રન 0 વિકેટે થયેલ હોય અને ૦.૨ ઓવર ચાલુ હોય. અને લખનઉ ટીમનો હોલ્ડર બોલીંગમાં હોય, જે ટીવીમા સ્ટાર સ્પોર્ટસ વન હિન્દી ચેનલ ઉપર લાઇવ પ્રસારણ ચાલુ હોય. તેમજ મજકૂર ઇસમના વીવો કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ગૂગલ ક્રોમના પૈજમાં ક્રિકેટ સટ્ટાની આઇડી ચાલૂ હોય, તેમજ ઇસમે ક્રિકેટ સટ્ટાનૂ આઇડી કિશોરભાઇ રહે. કેશોદવાળા પાસેથી રૂ.૧,૦૦,૦૦૦ ની ક્રેડીટનુ આઇ.ડી લીધેલ હોવાને તેમજ સોદાઓનુ કટીંગ મુકો રબારી રહે કેશોદવાળા પાસે ટીમના ભાવ પ્રમાણે મોબાઇલ ફોનથી સોદા કરતો હોવાનું ખુલ્યું હતું.

પોલીસે હાલ જુગારધારા હેઠળ બી ડીવીજન પો.સ્ટે. તેમજ દુકાનની અંદર વધુ ઝડતી તપાસ કરતા મેઇન ટેબલમાં ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ભરેલ તથા ખાલી બોટલો મળી આવેલ હોય જે અંગે પ્રોહીબીશન ધારા હેઠળ અલગથી ગુન્હો રજી કરાવવામાં આવેલ છે તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂા.૧૦,૦૦૦, ટી.વી.-૧ કિ.ગ.૫,૦૦૦, સેટઅપ બોકસ-૧ કિ.રૂ.૫૦૦ રીમોટ નંગ-૨, રોકડા રૂ.૧,૩૯,૮૫૦ તેમજ ફોર વ્હિલ કાર-૧ કિ.રૂ.૫,૦૦,૦૦૦ ક્રિકેટ સટ્ટાના સાધનો મળી કુલ કિ.રૂ.૬,૫૫,૩૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ક્રિકેટ સટ્ટાના દરોડાની કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિ.એન બડવા તથા પો.હેડ કોન્સ. યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, દેવશીભાઇ નંદાણીયા, દિવ્યેશ ડાભી વિગેરે પોલીસ સ્ટાફ જોડાયા હતા.