ઘરકંકાસમાં પતિએ પત્ની તેમજ પરિવારના અન્ય મહિલાને બેટ ફટકાર્યું

માંગરોળના રહીજ ગામેં બનેલા બનાવમાં મહિલાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : માંગરોળના રહીજ ગામેંઘરકંકાસમાં પતિએ પત્ની તેમજ પરિવારના અન્ય મહિલાને બેટ ફટકાર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે આરોપી પતિ સામે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

માળીયા (હા) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી માનકુવરબા અભેસંગ પરમાર (ઉ.વ ૫૧ રહે.રહીજ ગામ પ્રા.શાળા પાછળ તા.માંગરોળ જી.જુનાગઢ) એ આરોપી જયદેવસિંહ માનસંગ પરમાર (રહે રહીજ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પોતાના ઘરમાં પોતાની પત્ની (સંગીતાબા) સાથે માથાકુટ કરતો હોય જેથી ફરીયાદી તેઓને છોડાવવા જતા આરોપીએ ફરીયાદી તથા સાહેદ સંગીતાબાને જેમ ફાવે તેમ ગાળો બોલી તેમજ ક્રિકેટ રમવાના બેટ વડે શરીરે મુઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.