નોકરી બાબતનુ મનદુખ રાખી યુવક ઉપર હુમલો

જૂનાગઢના સુરજ ફનવલ્ડ ગાંધીગ્રામ પાસેના બનાવમાં એક શખ્સ સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : જૂનાગઢના સુરજ ફનવલ્ડ ગાંધીગ્રામ પાસે નોકરી બાબતનુ મનદુખ રાખી યુવક ઉપર હુમલો કર્યોનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવકે એક શખ્સ સામે માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ સી ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજુભાઇ જીણાભાઇ સામતા (ઉ.વ. ૪૬ રહે શીશુમંગલ ફાટક સિસોદિયા વાળી ગલી જુનાગઢ) એ આરોપી પ્રશાન્ત ઉર્ફે પિન્ટૂ (રહે. કડીયાવાડ જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સુરજ ફનવલ્ડ ગાંધીગ્રામ જુનાગઢ પાસે ફરીયાદી સાથે આરોપીએ નોકરી બાબતનુ મનદુખ રાખી ફરીયાદી સાથે બોલાચાલી કરી ઢિંકાપાટૂનો માર મારી માથાના ભાગે લોખંડનો પંચ મારીને ઇજા પહોંચાડી હતી.