જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વેરાવળનો માછીમાર ઝડપાયો

એસઓજીની ટીમે વેરાવળથી ગડું ગામે ડ્રગ્સની ડિલેવરી કરવા આવેલા આરોપીને દબોચી લીધો, પૂછપરછમાં મુંબઈના મેઈન સપ્લાયરનું નામ ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ એસઓજીની ટીમે આજે બાતમીના આધારે ગંભીર અને ભારે ખતરનાક કહી શકાય તેવા નશીલા પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે વેરાવળનો માછીમારને ઝડપી લીધો હતો. જૂનાગઢ એસઓજીની ટીમે આજે વેરાવળથી ગડું ગામે ડ્રગ્સની બાઇકમાં ડિલેવરી કરવા આવેલા આરોપીને દબોચી લીધા બાદ તેની પૂછપરછમાં મુંબઈના મેઈન સપ્લાયરનું નામ ખુલ્યું છે.

જૂનાગઢ જીલ્લામાં નશીલા માદક પદાર્થો (એન.ડી.પી.એસ.) ની બદી સદંતર નેસ્તનાબુદ કરવા તથા આવા ગે.કા.નશીલા પદાર્થોનું વેંચાણ કરતા ઇસમોને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાસ સુચનાના અનુસંધાને એસઓજી દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ હતી. જેમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તનાબુદ કરવા એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ એ.એમ.ગોહિલ તથા પો.સબ ઇન્સ. જે.એ તથા સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય અને આજે એ.એસ.આઇ. પુંજાભાઇ મેરખીભાઇ તથા પો.હેડ કોન્સ અનિરૂધ્ધભાઇ તથા પો.હેડ કોન્સ. મહેન્દ્ર ભાઇ ડેરને ખાનગી રાહે ચોક્ક્સ બાતમી મળેલ કે વેરાવળનો રહેવાસી આદિલ અનવર શેખ કે જે સિલ્વર કલરની મો.સા. નં. GJ-32-H-7489 પર ડ્રગ્સનો જથ્થો લઇ વેરાવળ થી ગડુ તરફ સાંજના આશરે સાતેક વાગ્યે આવનાર છે.

આ પ્રકારની ચોકકસ બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ વેરાવળ-ગડુ નેશનલ હાઇવે, વિસણવેલના રસ્તા ઉપર વોચમાં હતા તે દરમ્યાન બાતમી મુજબનો ઇસમ આવતા તેમને કોર્ડન કરી તેમની ઝડતી કરતા આ ઇસમ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૧૩.૮૧ ગ્રામ જેની કિ.રૂ.૧,૩૮,૧૦૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦ તથા રોકડ રૂ.૫૦૦ તથા મો.સા. નંગ-૧ કિ.રૂ. ૪૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૮૩,૬૦૦ નો નો મુદ્દામાલ મળી આવેલ જે મુદામાલ સાથે આરોપી આદિલ અનવરભાઇ શેખ (ઉ.વ.૨૦ ધંધો.મચ્છીનો રહે. વેરાવળ, આઇ.ડી. ચૌહાણ સ્કુલ પાછળ, બાગેયુસુફ સોસાયટી, જી.ગીરસોમનાથ)ને ઝડપી લીધો હતો જ્યારે આ ડ્રગ્સ કાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે અફાનભાઇ (રહે. મુંબઇ, ડોંગરી, નાગોરી ચાવાળાની ટાવર, નવમો માળ) નું નામ ખુલતા પોલીસે તેની સાથે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.