હિટ એન્ડ રન : રોડ ઉપર ચાલીને જતા વૃદ્ધાને અજાણ્યા વાહન હડફેટે મોત

જૂનાગઢના સુખનાથ ચોક પાસે જુની આર.ટી.ઓ. કચેરી રોડ ઉપરની ઘટનામાં મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : જૂનાગઢના સુખનાથ ચોક પાસે જુની આર.ટી.ઓ. કચેરી રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં રોડ ઉપર ચાલીને જતા વૃદ્ધાને અજાણ્યા વાહન ચાલક હડફેટે લઈ મોત નિપજાવીને ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પુત્રએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ એ ડીવીજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાજુભાઇ ભીખુભાઇ જેઠવા (ઉ.વ.૩૫ રહે.વાલીયા સોરઠ દરગાહ પાસે જુની આર.ટી.ઓ. કચેરી રોડ મદનીનગર જુનાગઢ) એ આરોપી અજાણ્યા વાહન સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના મમ્મી નર્મદાબેન ભીખુભાઇ જેઠવા જૂનાગઢની જુની આર.ટી.ઓ. કચેરી રોડ ઉપર ચાલી જતા હતા. તે દરમ્યાન કોઇ અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધાને ટકકર મારી એકિસડન્ટ કરી પછાડી દઇ માથાના ભાગે હેમરેજ જેવી ગંભીર ઇજા કરી નાસી છૂટ્યા બાદ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.