જૂનાગઢની સાત વર્ષની બાળકી પહેલું રોઝુ રાખી અલ્લાહ પાસે કરી ઇબાદત

જૂનાગઢ : મુસ્લિમોનો પવિત્ર માસ રમજાનનું પહેલું રોઝૂ 3 એપ્રિલના રોજ થયું હતું. જેમાં મુસ્લિમ બિરાદરોએ ઉપવાસ એટલે કે રોઝ રાખીને અલ્લાહની ઈબાદત કરવાનું શરૂ કર્યું છે ખાસ કરીને એક મહિના સુધી મુસ્લિમ બિરાદરોને રમજાન માસના રોઝા રાખવાના હોય છે.

ધગધગતા તાપમાન વચ્ચે મુસ્લિમ બિરાદરોને રોજા રાખતા હોય છે, ત્યારે જૂનાગઢ શહેરના પાડાવાળા ચોક વિસ્તારમાં રહેતી એક ૭ વર્ષીય બાળકી મારિયા ઈરફાન ખાનએ પહેલું રોઝૂં રાખ્યું હતું અને અલ્લાહ પાસે ઇબાદત કરી હતી.