જૂનાગઢમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનની ઝાંખી કરાવતા ફ્લોટ્સ પ્રદર્શિત કરાયા

જૂનાગઢ : જૂનાગઢમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમિયાન શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનની ઝાંખી કરાવતા ફ્લોટ્સ પ્રદર્શિત કરાયા હતા.

જૂનાગઢ શહેરમાં જુલેલાલ સેવા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેટીચાંદના તહેવારને લઈને સિંધી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાય હતી. જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેટીચાંદના બીજા દિવસે નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સિંધી સમાજના અગ્રણીઓ તેમજ ધારાસભ્યના વરદ હસ્તે રેલવે સ્ટેશન ખાતે દિપ પ્રાગટ્ય કરી શોભાયાત્રાનો પ્રારંભ કર્યા બાદ ૪૧ થી વધુ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી હતી. જો કે, ચેટીચંડની ઉજવણીમાં દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો અને શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના બલિદાનની ઝાંખી કરાવતા ફ્લોટ્સ પ્રદર્શિત કરાયા હતા.