ખેતરના શેઢાની તરકારમાં વૃદ્ધાને બેટ ફટકાર્યું

જુનાગઢ તાલુકાના વડાલ ગામેં ત્રણ શેઢા પાડોશીઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જુનાગઢ તાલુકાના વડાલ ગામેં ખેતરના શેઢાની તરકારમાં વૃદ્ધાને બેટ ફટકારી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ શેઢા પાડોશીઓએ વૃદ્ધા ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાધાબેન ચંદુભાઇ રૈયાણી (ઉ.વ.૭૦ રહે.વડાલ પીપળાવારી શેરી તા.જી.જુનાગઢ) એ આરોપીઓ, સંજયભાઇ રણછોડભાઇ દોમડીયા, આરતીબેન સંજયભાઇ, મંજુલાબેન (રહે.ત્રણેય વડાલ ગામ પીપળી વારી શેરી તા.જી.જુનાગઢ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી બેનના દીકરા કિશોરભાઇ ગઈકાલે વાડીએથી ઘરે આવી ફરીયાદી બેનને જણાવેલ કે આપણા ખેતરના શેઢાના ભાગેના ઝાડો આપણા પાડોશી સંજયભાઇ રણછોડભાઇ દોમડીયાએ કાપી નાખેલ છે જે હકિકત જણાવતા આ બાબતે ફરીયાદી બેન સંજયભાઇને કહેવા જતા સંજયભાઇ તથા તેની પત્ની આરતીબેન તથા મંજુલાબેન ગમે તેમ ગાળો બોલતા હોય જે ગાળો બોલવાની ફરીયાદી બેને ના પાડતા આરોપી સંજયભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ તેની પાસેનું બેટ ફરીયાદી બેનને જમણા હાથના કાંડા પાસે માર મારી તેમજ ફરીયાદી બેનને સંજયભાઇએ જણાવેલ કે હવે તુ મને દેખાય તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.