જૂનાગઢના રોયલ ઈસ્કોન ગાંઠિયા એન્ડ રેસ્ટોરન્ટમાં રોઝેદારો માટે વિનામૂલ્યે ઈફ્તારની સુવિધા

રમઝાન માસ દરમ્યાન દવાખાનમાં દાખલ દર્દીના સગા અને ત્યાંથી નીકળતા મુસાફરો માટે ઈફ્તારની સુવિધા ઉપલબ્ધ કરાઈ

જૂનાગઢ : હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે.ત્યારે રોઝા રાખીને અલ્લાહની બંદગી કરતા રોઝદારોની વ્હારે જૂનાગઢ રોયલ ઈસ્કોન ગાંઠિયા એન્ડ રેસ્ટોરન્ટ આવ્યું છે અને જૂનાગઢ રોયલ ઈસ્કોન ગાંઠિયા એન્ડ રેસ્ટોરન્ટમાં રમઝાન માસ દરમ્યાન દવાખાનમાં દાખલ દર્દીના સગા અને ત્યાંથી નીકળતા મુસાફરો માટે ઈફ્તારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

જૂનાગઢની જાણીતી અને પ્રખ્યાત રોયલ ઈસ્કોન ગાંઠિયા એન્ડ રેસ્ટોરન્ટમાં રમઝાન માસ દરમ્યાન ૧ થી ૩૦ રોઝા સુધી રેસ્ટોરન્ટ આસપાસથી નીકળતા મુસાફરો, દવાખાનામાં દાખલ દર્દીઓ તથા તેઓના સગા-વ્હાલાઓ માટે ફ્રીમાં શહેરી તથા ઇફતારની સુવિધા રાખવામાં આવી છે અને સાથે ૫ વક્તની નમાઝ તથા રમજાન મહીનાની તરહાવિ નમાઝની પણ ઇમામ સાથે ગોઠવણી કરવામાં આવેલ છે. જેની રોઝદારોએ નોંધ લેવા આસિફ ભાઈ જુનેજા (રોયલ ઇસ્કોન ગાંઠિયા એન્ડ રેસ્ટોરેન્ટ ખામધ્રોલ ચોકડી જૂનાગઢ બાયપાસ મો.- 9998227792) એ અપીલ કરી છે.