જૂનાગઢમાં કોવિડ મૃત્યુ સહાયની અરજીમાં ખોટાં દાવા કરનારને થશે બે વર્ષની કેદ

કોવિડ મૃત્યુ સહાયની અરજી સક્ષમ અધિકારી સમક્ષ પોર્ટલ ઉપર ઓનલાઈન કરી શકાશે

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને રૂા.૫૦ હજારની સહાય ચુકવવામાં આવે છે જે અન્વયે કોવિડ-૧૯થી મૃત્યુ સહાયમાં સંબંધિત અધિકારી સમક્ષ કે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકાશે.

રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુ પામેલ મૃતકના વારસદારોને રૂા.૫૦,૦૦૦ની સહાય(ex-gratia assistance) મેળવવા તા.૨૦/૦૩/૨૦૨૨ સુધીના મૃત્યુના કિસ્સામાં, નામ.સુપ્રિમ કોર્ટના ચુકાદા તા.૨૪/૦૩/૨૦૨૨ થી દિન-૬૦ની અંદર અને તા.૨૦/૦૩/૨૦૨૨ પછી કોવિડ-૧૯થી થયેલ/થનાર ભાવિ મૃત્યુના કિસ્સામાં મૃત્યુની તારીખથી દિન-૯૦ની અંદર સહાય મેળવવા સંબંધિત સક્ષમ અધિકારી સમક્ષ તેમજ http://www.iora.gujarat.gov.in/Cov19_login.apsx પોર્ટલની લિન્ક પર મોબાઇલ નંબર દાખલ કરી ઘરે બેઠા ઓનલાઇન અરજી કરી શકાશે.

અસામાન્ય સંજોગોમાં ઉક્ત સમયમર્યાદામાં અરજી કરી શક્યા ન હોય તેવા અરજદારોએ આવી સમય મર્યાદા બહારની અરજી જરૂરી આધાર-પુરાવા સાથે Grievance Redressal Committee (ફરિયાદ નિવારણ સમિતિ) સમક્ષ ઉક્ત સમય મર્યાદા બહાર પણ કરવાની રહેશે.

દાવો ખોટો હોવાનું જાણે છે છતા જાણી જોઇને એવો દાવો કરે છે જે દાવો ખોટો હોય છે છતાં કોઇપણ આપત્તિના પરિણામે પુનનિર્માણ અથવા અન્ય લાભો કેન્દ્ર સરકાર, રાજ્યના કોઇપણ અધિકારી પાસેથી રાહત, સહાય મેળવે તો સરકાર, નેશનલ ઓથોરીટી, સ્ટેટ ઓથોરિટી અથવા ડિસ્ટ્રીક્ટ ઓથોરિટી દોષિત ઠેરવી શકે છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ-૫૨ની જોગવાઇ મુજબ બે વર્ષ સુધીની મુદત માટે કેદની સજા અને દંડ પણ થઇ શકે છે.