દીકરીની પજવણી કરનાર લંપટ યુવાનને ઠપકો આપવા જતા પિતા ઉપર હુમલો

ભેસાણના ભાટ ગામે બે હુમલાખોરો સામે ગુન્હો દાખલ

જૂનાગઢ : ભેસાણના ભાટ ગામે દીકરીની પજવણી કરનાર લંપટ યુવાનને ઠપકો આપવા જતા પિતા ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં બે શખ્સોએ હુમલો કર્યાની પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભેસાણના ભાટ ગામે રહેતા આધેડે આરોપીઓ, રવીભાઇ વલ્લભભાઇ ગુજરાતી, ગૌરવભાઇ વલ્લભભાઇ ગુજરાતી (રહે.બન્ને ભાટગામ, તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીની દીકરીને આરોપી હેરાન કરતો હોય જેથી ફરીયાદીએ તેને ઠપકો આપતા જેનુ મનદુખ રાખી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદીને કમરા પટ્ટાનો એક ઘા મારતા ફરીયાદી બાઈકમાંથી નીચે પડી જતા આરોપીઓએ માથાના ભાગે લાકડીનો એક ઘા માથામાં માર્યો હતો.