ચોરવાડ નજીક કારની હડફેટે આધેડ ઘાયલ

જૂનાગઢ : ચોરવાડ નજીક કારની હડફેટે આધેડને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે કિશોરભાઇ હરીભાઇ સોલંકી (ઉ.વ. ૫૦ રહે.ચોરવાડ, જુની નગરપાલીકાની બાજુમા) એ આરોપી ફોરવ્હીલ નંબર જીજે – ૧૧ – બીઆર – ૮૩૭૦ નો ચાલક સામેં ફરિયાદ નોંધાવી હતી કે, ચોરવાડ બાયપાસ રોડ હેમબાગના રસ્તે આરોપીએ પોતાના હવાલાની ફોરવ્હીલ કારને પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી ફરીયાદીના હવાલાના બાઈક નં જીજે – ૧૧ – સીજી – ૧૧૦૨ને હડફેટેમાં લઇ ભટકાવી દઇ ફરીયાદીને જમણા હાથમા તથા જમણી આંખની કપાળ ઉપર ભાગે ગંભીર ઇજા તથા તેમજ છાતી તથા પેટના ભાગે તથા ડાબા પગના પંજા ઉપર સામાન્ય ઇજાઓ કરી નાશી છૂટ્યો હતો.