1 એપ્રિલે જ કેમ મનાવવામાં આવે છે ફૂલ ડે? જાણો.. આ છે કારણ..

આપણે દર વર્ષે 1 એપ્રિલે ‘ફૂલ ડે’ મનાવીએ છીએ, પણ શું તમે જાણો છો કે, આપણે આવું કેમ કરીએ છીએ? કોઈને મૂર્ખ બનાવવા માટે 1 એપ્રિલનો જ દિવસ કેમ પસંદ કરવામાં આવ્યો? તો ચાલો આજે 1 એપ્રિલને ફૂલ ડે તરીકે સેલિબ્રેટ કરવા પાછળનું કારણ જાણીએ.

એપ્રિલ ફૂલની શરૂઆત ફ્રાન્સથી થઈ હતી. 1582માં પૉપ ગ્રેગરી 13માએ દરેક યુરોપિયન દેશને જૂલિયન કેલેન્ડરને છોડીને ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર ચાલવા માટે કહ્યું હતું. આ મોટા ફેરફારને કારણે નવું વર્ષ 3 મહિના બાદ આવવા લાગ્યું. એટલે કે ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર નવું વર્ષ 1 એપ્રિલે આવવા લાગ્યું. લોકોએ આને માનવાની ના પાડી દીધી પરંતુ છતા નવું વર્ષ 1 તારીખે મનાવવામાં આવ્યું. આ જ કારણે જાન્યુઆરીમાં નવું વર્ષ ઉજવનારા લોકો એપ્રિલમાં નવું વર્ષ મનાવનારા લોકોને ‘ફૂલ’ કહેવા લાગ્યા, જે ધીમે-ધીમે આખા યૂરોપમાં ફેલાઈ ગયું.

ભારતમાં કોઈ બહાનાસર અથવા કોઈ અનોખો પ્રયોગ કરી લોકોને મૂર્ખ બનાવી હસી-મજાક સાથે એપ્રિલ ફૂલને ઉજવવામાં આવે છે. ફ્રાન્સમાં આ દિવસને ‘ફિશ ડે’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે બાળકો કાગળની ફિશ બનાવવાની એકબીજાની પીઠ પર ચોંટાડે છે. તેમજ જાપાન અને જર્મનીના લોકો આ દિવસને ‘પ્રેન્ક’ તરીકે ઉજવે છે. સ્વિત્ઝર્લેન્ડના લોકો આની ઉજવણી બે દિવસ કરે છે. આમ, એપ્રિલ ફૂલના દિવસને જુદા-જુદા દેશોમાં અલગ-અલગ રીતે મનાવવામાં આવે છે.